ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે, ટેક્સ હટાવો: ગોપાલ ઈટાલિયા

| Updated: August 2, 2022 7:35 pm

નવરાત્રી એટલે કે મા જગદંબાની આરાધનાનું પર્વ. ગરબાએ ગુજરાતીઓના લોહીમાં જોવા મળે છે.આ સાથે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે.વધુમાં તેમણે જણાવ્યું કે ગરબાએ કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલ છે.તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18 ટકા જેટલો GST ટેક્સ લાંદી દીધો છે.

વધુમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી એવી માંગણી પણ કરી છે કે, આસ્થાનું અપમાન કરતા આવા GSTને હટાવો તેવું પત્ર મારફતે કહેવામાં આવ્યું છે.તેઓએ ભાજપ સરકારની નિમ્ન કક્ષાની કહીને ઝાટકણી કરી નાંખી હતી.

ઈશ્વરને ભજવા પર ક્યારેય ટેક્સ ન હોવા જોઈએ તેવું પણ સાથે તેમણે જણાવ્યું હતુ.આ સાથે તેમણે કહું કે ભૂતકાળમાં પણ કયારે હતો નહી અને ભગવાનને લઇને કયારે પણ ટેક્સ હોતો નથી.ટેક્સ વહેલી તકે પાછો ખેંચાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.આ સાથે તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ છે મહાનગરોમાં પણ ભાજપ છે અને કેન્દ્રમાં પણ ભાજપ છે તો હુ આશા રાખું કે બધા જ ભાજપ વાળા ભેગા મળી અને જે GSTનો ટેક્સ જે ગરબા પર લગાવામાં આવ્યો છે તેને વહેલામાં તકે દુર કરવામાં આવે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.

હવે ગરબા રંગ થયો મોંધો, સરકારે લગાવ્યો 18 ટકા GST

નવરાત્રી હવે થોડા જ મહિનામાં આવી રહી છે.નવરાત્રી આવતા પહેલા જ રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખવામાં આવ્યો છે.જે ડેઈલી પાસ 499 રૂપિયાથીનો વધારો થશે.

Your email address will not be published.