આખરે ગુજરાતનો વોન્ટેડ આરોપી અલ્તાફ પટેલ હિમાચલથી ઝડપાયો

| Updated: September 28, 2021 7:33 am

ગુજસીટોકમાં વોન્ટેડ અલ્તાફ પટેલને પોલીસે હિમાચલ પ્રદેશથી ઝડપી પાડ્યો છે. હત્યા, લૂંટ, અપહરણ, ખંડણી અને હત્યાની કોશિષ જેવા અનેક અપરાધોમાં આરોપી અલ્તાફ પટેલને પોલીસે ભારે જહેમત બાદ બાતમીના આધારે ઝડપી પાડ્યો. અલતાફ પર 35 વધુ ગુનાઓ નોંધાયેલા છે. અલતાફની સાથે વિપુલ ગાજીપરાની ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગમાં 10થી વધુ લોકો પણ સામેલ છે. અલતાફ પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

આલતાફ પટેલ સાથે ગુનાખોરીમાં તેની ગેંગના અન્ય સાગરિતો ઝડપાયા છે, પરંતુ વિપુલ અને અલ્તાફ ભાગેડુ હતા. થોડા દિવસ અગાઉ આરોપી વિપુલ ગાજીપરા જુનાગઢથી ઝડપાયો હતો. જ્યારે અલતાફ નાસતો ફરતો હતો.

અલ્તાફની પત્નીએ કોર્ટમાં અરજી પણ કરી હતી કે તેના પતિનું સુરત પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે. પોલીસે અલ્તાફને શોધવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે આરોપી અલ્તાફ હિમાચલપ્રદેશમાં સંતાયો હોવાની બાતમી મળતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ હિમચાલપ્રદેશ ગઈ હતી. ત્યાંથી અલ્તાફને ઝડપી પાડીને સુરત લાવાયો હોવાનું જાણવા મ્ળયુ છે.

Your email address will not be published. Required fields are marked *