જીમ ટ્રેનરનો બળાત્કાર, મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

| Updated: May 20, 2022 11:58 am

શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ ગુરુવારે હિંમતનગરના એક (Gym) જીમ ટ્રેનર વિરુદ્ધ ફેબ્રુઆરીથી વારંવાર બળાત્કાર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં મહિલાએ જણાવ્યું કે, તેણે આરોપી, 26 વર્ષીય કૃષ્ણા જોશીનો ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કર્યો હતો, જ્યાં તે તેના (Gym) જીમના વીડિયો માટે લોકપ્રિય છે. મહિલાએ કહ્યું કે, જોશી તેના ઘણા મિત્રો સાથે પણ પરિચિત હતો અને તેઓ પાછળથી મિત્રો પણ બન્યા હતા.

મહિલાએ જણાવ્યું હતું કે, તે જોશીને પ્રથમ વખત ફેબ્રુઆરીમાં તેના ફ્લેટમાં મળી હતી, જ્યાં જોશીએ કથિત રીતે તેની સાથે બળાત્કાર કર્યો હતો. જોશીએ મહિલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જે મહિલાએ સ્વીકાર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગ્નનું વચન આપીને આરોપી તેના ફ્લેટ અને હોટલમાં ઘણી વખત બળાત્કાર કર્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો છે કે જોશીએ તેમના સંબંધો દરમિયાન તેની પાસેથી લગભગ 4 લાખ રૂપિયા પણ લીધા હતા. જોશી અન્ય મહિલા સાથે પણ ચેટ કરતો હતો. તેના ફોન પરથી તેને જાણવા મળ્યું કે તે અન્ય મહિલા સાથે સંબંધમાં હતો.

જ્યારે મહિલાએ જોશી પાસે ખુલાસો માંગ્યો ત્યારે તેણે ગંભીર પરિણામોની ધમકી આપી હતી અને કહ્યું કે તેની સાથે લગ્ન કરશે નહીં. ત્યારબાદ તેણીએ ચાંદખેડા પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: મધ્યપ્રદેશથી પિસ્ટોલ, રિવોલ્વર અને ત્રણ જીવતા કારતુસ લઇ વેચાણ કરતો શખ્સ પકડાયો

Your email address will not be published.