ધો. 10 અને 12ના રિપિટર વિદ્યાર્થીઓનો ગાંધીનગરમાં ‘હલ્લા બોલ’, 20ની અટકાયત

| Updated: July 8, 2021 9:34 pm

ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે 15 જુલાઇથી પરીક્ષા યોજવા જઈ રહી છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વિધાર્થીઓ આ પરીક્ષાનો જુદા-જુદા સ્તરે વિરોધ કરી રહ્યા છે.
રિપિટર વિધાર્થીઓ પણ રેગ્યુલર વિધાર્થીઓની જેમ માસ પ્રમોશનની માંગ કરી રહ્યા છે. આજે આ મુદ્દે કેટલાક વિધાર્થીઓએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન લગભગ 20 વિધાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.
ધોરણ 10માં રિપિટર તરીકે પરીક્ષા આપી રહેલા ધ્રુવ પંચાલે VoI સાથે વાતચીતમાં જણાવ્યું કે, “અમારી પરીક્ષા લેવાય તો આ વર્ષે ધોરણ દસમાં કે બારમાં ભણી રહેલા વિધાર્થીઓની પરીક્ષા કેમ નથી લેવામાં આવી રહી”.
કેટલાક વિધાર્થીઓ એક જ દિવસમાં બે પેપર અને તેમને મળેલા એક્ઝામ સેન્ટરને લઈને પણ વિરોધ કરી રહ્યા છે. ધોરણ 12માં આર્ટ્સ પ્રવાહના રિપિટર માહી ઝાલાએ VoI સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ ગાંધીનગરમાં રહે છે અને તેમને પરીક્ષાનું કેન્દ્ર નડિયાદમાં મળ્યું છે.
શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ થોડા દિવસ પૂર્વે જ જાહેરાત કરી હતી કે રિપિટર વિધાર્થીઓની પરીક્ષા નિર્ધારિત સમયે લેવાઈને રહેશે. આમ સરકાર અને વિધાર્થીઓ વચ્ચે સંઘર્ષ ઉભો થયો છે.

Post a Comments

1 Comment

Your email address will not be published.