અભિનેતા ધનુષને કોઈ પરિચયની જરૂર નથી. સાઉથથી લઈને બોલિવૂડ સુધી તેણે પોતાની એક્ટિંગના દમ પર એક અલગ જ ઓળખ બનાવી છે. જેના કારણે તે દુનિયાભરમાં જાણીતો થયો છે.તેની ફિલ્મ લોક’રાંઝના’ ફિલ્મમાં તે પોતાની જબરદસ્ત એક્ટિંગ અને ડાયલોગ્સથી ફેન્સનો ફેવરિટ બની ગયો હતો. આ ફિલ્મ બાદ તેને દરેક લોકોમાં જાણીતો થયો હતો.
હવે તો લોકોને અને ચાહકોને તેના પર વિશ્વાસ છે.આજે તેમનો એટલે કે ધનુષનો જન્મદિવસ છે જેમણે સાઉથથી લઈને બોલિવૂડની દરેક ફિલ્મ કરી છે.પરંતુ તમને ખબર છે કે ધનુષ ક્યારેય એક્ટર બનવા માંગતો ન હતો.તેમને ખરેખર રસોઇ કરવાનો અને લોકોને ખવડાવું પસંદ આવે છે તે પોતાના શોખને વ્યવસાય બનાવા માંગતો હતો એટલે કે તે શેફ બનવા માગતો હતો
હોટલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવીને શેફ બનવા માંગતો હતો. પરંતુ, દિગ્દર્શકોના પરિવારમાં જન્મેલા ધનુષને પરિવારના સભ્યોના દબાણને કારણે અભિનયની દુનિયામાં પ્રવેશ કરવો પડ્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ ‘થુલ્લુવધો ઈલામાઈ’ (2002) હતી, જેનું નિર્દેશન તેમના ખુદ તેના પિતા કસ્તુરી રાજાએ કર્યું હતું.



. સાઉથની સાથે સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેના ચાહકોની કોઈ કમી નથી. અભિનેતાના ચાહકો તેને ધનુષ તરીકે ઓળખે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં ધનુષનું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે.



વાસ્તવમાં ધનુષ તેનું સ્ટેજ નેમ છે, જે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ મળ્યું હતું. તેણે તેનું નામ બદલી નાખ્યું કારણ કે તે પ્રખ્યાત તમિલ કલાકારો ઇલ્યા થિલાગમ પ્રભુ અને પ્રભુ દેવા જેવું હતું.



તેઓ અભિનેતાની સાથે સારા ગીતકાર પણ છે.કોલાવેરી ગીત છ મિનિટમાં લખવામાં આવ્યું હતું,અને મહત્વી વાત એ છે કે આ ગીતનું પ્રથમ રેકોર્ડિંગ 35 મિનિટમાં તૈયાર થઈ ગયું હતું.