Happy Birtday Dipika Kakar: જાણો દીપિકા કક્કરની લગ્નની અજાણી વાતો…

| Updated: August 6, 2022 12:50 pm

દીપિકા કક્કડ તે ટીવી એક્ટ્રેસ છે તે પોતાની સુંદરતાને લઇને લોકોમાં હમેંશા ચર્ચામાં રહેતી હોય છે.તે કોઇ પણ લુકમાં હોય તે લોકોને પસંદ જ આવે છે.દીપિકાની ખાસ વાત એ છે કે તે તેની પ્રોફેશનલ લાઈફમાં ઓછી ચર્ચામાં જોવા મળે છે અને વધારે તે પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે.જેને લઇને ધણીવાર ટ્રોલ પણ થાઇ છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ફરી લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. તે શોએબ માટે ફૈઝા બની હતી.

કદાચ ઓછા લોકોને ખબર હશે કે તેણે બે લગ્ન કર્યો છે.તેના પહેલા લગ્નની વાત કરવામાં આવે તો તે ત્રણ વર્ષ સુધી કોઇને ખબર પડવા ના લીધી હતી અને ગુપ્ત રાખ્યા હતા.તેણે બિજા લગ્ન શોએબ ઈબ્રાહિમ સાથે કર્યા છે.

તેમના બિજા લગ્ન બિજા ધર્મમાં થયા હતા જેના કારણે તેણે પણ પોતાનો ધર્મ બદલી નાંખ્યો હતો.એક મડિયાના ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેણીને આ નિર્ણય પર ગર્વ છે.તમને જણાવી દઇએ કે દીપિકાના ધર્મ પરિવર્તનને કારણે તે ખુબ જ ટ્રોલ થઇ હતી.લોકોએ તેને અલગ અલગ કોમેન્ટ કરીને ટ્રોલ કરી હતી.

જો તેમના પહેલા લગ્નની વાત કરવામાં કરવામાં આવે તો તે પણ પ્રેમ લગ્ન હતા.દીપિકા કક્કરે પોતાના કામની શરૂઆત એક એરહોસ્ટેસ કરી હતી અને જે પછી તેમને કમરના દુખાવાના કારણે તેમણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હોવાની માહિતી મળી રહી છે

દીપિકાએ રૌનક સાથે લવ મેરેજ કર્યા હતા પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.મળતી માહિતી અનૂસાર દીપિકા અને શોએબના વધી રહેલા સંબધોને કારણે તેમના લગ્ન તૂટી ગયા હતા

દીપિકાના જયારે બીજા લગ્ન થયા હતા એ સમયે માતા-પિતા બીજા લગ્નમાં જોવા મળ્યા ન હતા.મળતી માહિતી અનૂસાર તેના માતા-પિતાને તેના બીજા લગ્ન પસંદ આવ્યા ન હતા અને તેની સાથે તેમણે જે ધર્મ પરિવર્તન કર્યું હતું તે તેના માં-બાપને પસંદ આવ્યું ન હતું જેના કારણે તેઓ હાજર રહ્યા ન હતા તેવી માહિતી મળી હતી.પરંતુ સાચી હક્કિકત તો દીપિકા જ જાણી શકે

Your email address will not be published.