Happy Birthday Kiara Advani: કિયારા અડવાણી 5 ટોચની મૂવીઝ જે લોકોને આવી હતી ખુબ જ પસંદ…

| Updated: July 31, 2022 10:31 am

કિયારા અડવાણી આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે,તે પોતાની સુંદરતા અને એકટિંગથી લોકોના મનમોહી લીધા છે.તેમણે જે પણ ફિલ્મો કર્યા તેમાં તે અદભૂત જોવા મળી છે અને લોકોને ખુબ જ પસંદ આવ્યું છે તેનું કિરદાર.
તેની ટોચની પાંચ સફળ ફિલ્મો પર એક નજર નાખો કે જેમાં તેણે પોતાના પાત્રને હિટ બનાવ્યું.

કબીર સિંહ
વર્ષ 2019 માં રીલિઝ થઇ હતી આ ફિલ્મ. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી હતી અને હજુ પણ કિયારાની તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.તેમાં તે અલગ જ જોવા મળી હતી જેમાં તે તબીબી વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી તે આ ફિલ્મ બાદ ખૂબ જ ફેમસ થઇ ગઇ હતી.સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 380 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની સત્તાવાર હિન્દી રિમેક હતી.પરંતુ તેની આ પેલી જ ફિલ્મ હતી.

જુગ જુગ જીયો
ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મ છે, આ ફિલ્મમાં અભિનેતા વરુણ ધવન, અનિલ કપૂર, નીતુ કપૂર અને મનીષ પોલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.ફિલ્મને વિવેચકો તેમજ દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો

.

ભૂલ ભુલૈયા 2

અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ ‘લક્ષ્મી’ પછી કિયારાની બીજી હોરર કોમેડી ફિલ્મ છે. તેની સાથે આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને તબ્બુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.ફિલ્મને નેટીઝન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને કોવિડ પછી બોક્સ ઓફિસ પર 270 કરોડથી વધુની કમાણી કરી જે સમય કોરોનાના કારણે લોકો ઘરથી બહાર નિકળ્વાનું ટાળી રહ્યા હતા તે સમયે આ ફિલ્મે 270 કરોડથી વધુની કમાણી કરી

ગુડ ન્યૂઝ
રાજ મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી, આ ફિલ્મ એક કોમેડી-ડ્રામા હતી જેમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન અને દિલજીત દોસાંઝ સાથે કિયારાએ અભિનય કર્યો હતો.બોક્સ ઓફિસ પર હિટ જાહેર કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી હતી.

શેરશાહ
કારગિલ યુદ્ધના બહાદુર કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત આ ફિલ્મમાં કિયારાની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં હતા. ‘ફગલી’ અભિનેતાએ વિક્રમ બત્રાની પ્રેમિકા ડિમ્પલ ચીમાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું પ્રીમિયર એમેઝોન પ્રાઇમ વિડિયો પર થયું અને તેને IIFA શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો.

Your email address will not be published.