કૃતિ સેનન આજે પોતાનો 32 મો જન્મદિવસ ઉજવી રહી છે.કૃતિ સેનનએ ભારતની ટોપની અભિનેત્રીઓ માની એક છે.કૃતિ ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 યાદીમાં દેખાઈ હતી.

તાજેતરના સર્વે અને માહિતી અનુસાર, ‘હીરોપંતી’ અભિનેત્રીની કુલ સંપત્તિ રૂ. વર્ષ 2022માં 38 કરોડએ પહોંચી છે.



કૃતિ સેનન એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે.તે તેની સુંદરતાને કારણે લોકોમાં ચર્ચામાં જોવા મળે છે.તે ખુબ જ સુંદર લાગે છે જેના કારણે તેની ફેન્સ ફોલોઇગ વધારે જોવા મળે છે. ફિલ્મોમાં જોડાતા પહેલા તે (B.tech.)ની વિદ્યાર્થીની હતી.અને ત્યાર બાદ તે ફિલ્મોમાં જોડાઇ હતી.



કૃતિના પિતાની જો વાત કરવામાં આવે તો તેના પિતા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેની માતા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.



વર્ષ 2014 માં રીલિઝ થયેલી તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘હીરોપંતી’ પછી તેણીએ કામ કર્યું હતું અને જેને લઇને તેને મહિલા ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.



કૃતિ મુંબઈના અંધેરી વેસ્ટમાં લોખંડવાલા રોડ પર એટલાન્ટિસ બિલ્ડિંગમાં સ્થિત એક ઘરમાં રહે છે.તેણી પહેલા મુંબઈના જુહુમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણે 2014માં એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને બહેન નૂપુર સેનન અને તેના માતા-પિતા સાથે રહેવા ગઈ હતી.



કૃતિને કાર અને બાઈકનો શોખ છે અને તેને ઘણી વખત રાઈડ કરવાનું પસંદ છે. તેણી પાસે BMW 3 સિરીઝ, Audi Q7 છે અને તેણે તાજેતરમાં તેના સંગ્રહમાં Mercedes-Maybach GLS ઉમેર્યું છે.



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં જ પ્રભાસ અને સની સિંહની સહ કલાકાર ‘આદિપુરુષ’માં જોવા મળશે. ઉપરાંત, તેણીની કીટીમાં ‘ગણપથ’ અને ‘ભેડિયા’ છે.