હેપ્પી ફ્રેન્ડશીપ ડે: બોલિવૂડના આ સ્ટાર્સ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમા પણ બેસ્ટફ્રેન્ડ છે

| Updated: August 6, 2022 6:54 pm

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી આવી ઘણી ફિલ્મો બની છે, જે મિત્રતાનું ઉદાહરણ રજૂ કરે છે. તેવો સાથે કામ કરતાની સાથે સારા મિત્રો પણ આજે બની ગયા છે.

કરણ જોહર – કાજોલ

કાજોલ અને કરણ જોહરની મિત્રતા પણ વર્ષો જૂની છે તેઓ
બાળપણથી એકબીજાને ઓળખે છે. અજય દેવગનની ફિલ્મ શિવાયને લઈને બંને વચ્ચે અણબનાવની અટકળો સામે આવી હતી જે બાદ તેમના વચ્ચે ગુસ્સો તો રહ્યો પરંતુ થોડા જ સમયમાં દુર થયો હતો અને તેમની મિત્રતા હજુ કાયમ છે.

જાહ્નવી કપૂર-સારા અલી ખાન

સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર બોલિવૂડની ઉભરતી અભિનેત્રીઓ છે. બંનેએ અત્યાર સુધી માત્ર થોડી જ ફિલ્મો કરી છે, પરંતુ લોકપ્રિયતા ખૂબ જ મજબૂત છે. બંને અવારનવાર તેમના વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર એકસાથે શેર કરતા હોય છે.પરંતુ તમને ખબર છે તેણી બને સારી મિત્ર છે.

કરીના કપૂર ખાન- અમૃતા અરોરા

કરીના કપૂર અને અમૃતા અરોરાની મિત્રતા લગભગ બે દાયકા જૂની છે.તેઓની મિત્રતાની વાત કોઇ છુપી નથી લોકોને તેના વિશે બહુ પહેલાથી જ એમની મિત્રતાની જાણકારી છે.થોડા સમય પહેલા અમૃતાને તેના વજન માટે ટ્રોલ કરાઇ હતી તો ટ્રોલ કરતા લોકોને કરીનાએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેની મિત્રને ટેકો આપ્યો હતો

સુહાના-અનન્યા-શનાયા

અનન્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો કરી છે, ત્યારે સુહાના અને શનાયા તેમની ડેબ્યૂ ફિલ્મની તૈયારી કરી રહી છે. શનાયા ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ બેહદકથી ડેબ્યૂ કરશે. પરંતુ તેમના કામની સાથે તેઓ સારા મિત્રો પણ છે

Your email address will not be published.