ઘરની નજીકની દરેક પોસ્ટ ઓફિસ અને ટપાલી પાસેથી પણ રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે

| Updated: August 4, 2022 4:21 pm

આઝાદીના અમૃતોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારે 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન આદર્યુ છે. આ અભિયાન હેઠળ દરેક નાગરિકે તેના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. રાજ્યના દરેક જિલ્લામાં નાગરિકો કોઈપણ પોસ્ટ (Post) વિભાગની કચેરીથી 25 રૂપિયા ચૂકવીને તિરંગો ખરીદી શકશે. ફક્ત એટલું જ નહી ઘરે ટપાલ આપવા આવતા ટપાલીઓ પાસેથી પણ નાગરિકો તિરંગો ખરીદી શકશે. ગાંધીનગરમાં ખાદી ભવન, સેક્ટર-16 ખાતે પણ રાષ્ટ્રધ્વજ વેચાણથી ઉપલબ્ધ છે. આ ઉપરાંત epostoffice.gov.inની વેબસાઇટ પર પણ તિરંગો ઉપલબ્ધ છે.

ભારત સ્વતંત્રતાની 75માં વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા માટે હર ઘર તિરંગા નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આગ્રહ કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ લોકોને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચર્સને તિરંગામાં બદલવા માટે કહ્યું છે. આજથી સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલવાની ઝુંબેશ શરૂ થશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરાશે. પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઉત્સુક છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં નાગરિકો નજીકની કોઈપણ પોસ્ટ ઑફિસ પરથી રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. દરેક પોસ્ટ ઓફિસ પરથી માત્ર રૂ. 25 ની કિંમતે રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.

નાગરિકોની સરળતા માટે પોસ્ટ વિભાગે નવતર પહેલ કરી છે. ઘેર ઘેર ટપાલ આપવા આવતા પોસ્ટમેન પાસેથી નાગરિકો ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. એટલું જ નહીં, epostoffice.gov.in વેબસાઈટ પર પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.

ગાંધીનગરમાં ખાદી ભવન, સેક્ટર-16 ખાતે ખાદીના રાષ્ટ્રધ્વજ વેચાણથી ઉપલબ્ધ છે. 2 ફૂટ x 3 ફૂટ નો ખાદીનો રાષ્ટ્રધ્વજ રૂ. 1035 ના દરે અને ૩ ફૂટ x ૪ ફૂટનો ખાદીનો રાષ્ટ્રધ્વજ રૂ. 1876 ના દરે ઉપલબ્ધ છે.

નાગરિકો ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે ત્યારે પોસ્ટ વિભાગ પણ નાગરિકોની માંગને પહોંચી વળવા અને સૌને સરળતાથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય એવું આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્રભાઈ પટેલ હેઠળ સુરતમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી 

Your email address will not be published.