હાર્દિક પંડયાને આઇપીએલની સફળતા ફળી; આયરલેંડની સિરિઝમાં બન્યો કેપ્ટન

| Updated: June 16, 2022 10:08 am

ભારતીય ટીમ ડબલિનમાં 26 અને 28મી જૂને આયરલેંડના વિરૂદ્ધ ટી20 સીરીઝમાં ટકરાવવાની છે. આ સીરીઝ માટે જ્યાં આયરલેંડની ટીમની પહેલાં જ જાહેરાત થઇ ગઇ છે. તો બીજી તરફ આ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત અત્યારે થઇ ગઇ છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાને એક નવો કેપ્ટન મળી ગયો છે. 

આયરલેંડ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 15 જૂનના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી હતી. બે મેચની T20I શ્રેણી માટે ટીમનું સુકાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળશે. હાર્દિક પટેલની કેપ્ટનશિપમાં તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022 નો ખિતાબ જીત્યો હતો. તેના લીધે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ સીરીઝ માટે ઘણા નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. ઘણા એવા ખેલાડી પણ ટીમમાં સામેલ થયા છે જેમને સાઉથ આફ્રીકા સીરીઝમાં તક આપવામાં આવી ન હતી. ખાસકરીને તેમાં સંજૂ સૈમસન અને રાહુલ ત્રિપાઠીનું નામ આવે છે. તો બીજીતરફ સુર્યકુમાર યાદવ પણ ટીમમાં વાપસી કરી ચૂક્યા છે. તો બીજી તરફ કેએલ રાહુલ આ સીરીઝથી બહાર થઇ ગયા છે. 

પંત અને શ્રેયસ અય્યરને આ શ્રેણી માટે ટીમની બહાર રાખવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ સંજુ સેમસન અને રાહુલ ત્રિપાઠીને તક મળી છે.

VVS લક્ષ્મણ આ પ્રવાસમાં મુખ્ય કોચ તરીકે સેવા આપશે અને તેની સાથે શતંશુ કોટક (બેટિંગ કોચ), સાઈરાજ બહુલે (બોલિંગ કોચ) અને મુનીશ બાલી (ફિલ્ડિંગ કોચ) હશે.

આયરલેંડ સીરીઝ માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), યુઝ. અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે  બરોડા ક્રિકેટ એસોસિયેશનને 35 કરોડનો અંતિમ હપ્તો ચૂકવ્યો

Your email address will not be published.