લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થયા છે અને ઘણા લોકો સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ મામલે SIT તપાસ કરવા માટે મેદનમાં ઉતરી છે. તો બીજી બાજુ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને દુ:ખદ જણાવી હતી અને આ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે જણાવ્યું હતું.
રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, લઠ્ઠાકાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લઠ્ઠાકાંડમાં જે લોકોના મોત થયા છે તે ઘણી દુ:ખદ છે. આ ઘટનામાં પીડિત શંકાસ્પદ શખ્સોને શોધી-શોધીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં છે.
આ કેસની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. ટૂંક સમયમાં ચાર્જશીટ ફાઈલ થશે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. આ ગુનામાં જે લોકો સંડોવાયેલા છે તેઓને છોડવામાં આવશે નહીં. જે કોઈ આ ગુનામાં સંડોવાયેલા હશે, તેમને છોડવામાં નહીં આવે. અત્યાર સુધી સરકારે લઠ્ઠાકાંડમાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે. હવે મિથેનોલની હેરાફેરી પર કાર્યવાહી કરવામાં આવશે.