ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તંત્ર તૈયાર: હર્ષ સંઘવી

| Updated: January 10, 2022 3:26 pm

ગાંધીનગરમાં આજે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ કોરોનાના વધી રહેલા કેસને લઈ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર, ડીડીઓ, જીએમસી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. કોરોનાની વકરતી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વકરી રહેલા કોરોના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ ગુજરાત વાયબ્રન્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યુ છે. તો બીજી બાજુ ગાંધીનગરમાં પણ વકરી રહેલા કોરોના કેસને લઈ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા જ બીજી લહેર વખતે ખૂબ મોટી વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી. સાથે જ જનરેટર ઓક્સિજન પ્લાન્ટ સહિત તમામ સુવિદ્યા ઉભી કરાઈ હતી. 700 થી વધુ ઓક્સિનજન કોન્સન્ટ્રેટર છે.”

મંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં હાલ કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે જે અન્ય જિલ્લાની સરખામણીમાં કરતા ઘણી સારી છે. આ બેઠકમાં ધનવંતરી રથ, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયની તમામ હેલ્થ ફેસિલિટીની ચિંતા કરાઈ છે. આવનાર દિવસોમાં આ સ્થિતિ લડવા માટે તૈયાર છે.

Your email address will not be published.