તોફાની તત્વો સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની લાલઆંખ

| Updated: April 16, 2022 4:50 pm

સુરતમાં હર્ષ સંઘવીએ પથ્થરબાજી મામલે તોફાની તત્વો સામે લાલાઆંખ કરી હતી. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતમાં તહેવાર ધર્મ તરીકે નહીં પરંતુ ગુજરાતી તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ગેરકાયદે પ્રવૃતિ,પથ્થરબાજી જેવી ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે.

રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ક્ષેત્રપાળ દાદાના દર્શન કર્યા હતા. દર્શન કરી તેઓએ નિવેદન આપતા કહ્યું હતું કે આજે હનુમાન જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરીને સૌ લોકોને શુભકામના આપું છુ. હનુમાનજીના આશીર્વાદ માત્ર ગુજરાત પર જ નહીં પણ વિશ્વ પર બની રહેશે. દેશના લોકો ઉતરોઉતર પ્રગતિ કરે તેવી શુભકામના આપી હતી.

વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક છે. ગુજરાતમાં તહેવાર ધર્મ તરીકે નહીં પરંતુ ગુજરાતી તરીકે ઉજવવામાં આવે છે. કોઈ પણ તહેવારમાં પથ્થરબાજી કરવામાં આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ ગુજરાતમાં ગેરકાયદે પ્રવૃતિ, પથ્થરબાજી ચાલી લેવામાં આવશે નહીં.

આણંદના ખંભાતમાં ડિમોલેશન મામલે MLA ગ્યાસુદ્દીન શેખે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. ગ્યાસુદ્દીને કહ્યું કે, ખંભાતમાં ડિમોલિશન અસંવૈધાનિક છે. કાનૂની પ્રક્રિયા વગર ડિમોલિશન કરાયું છે. માત્ર આરોપોના આધારે ડિમોલેશન કરાયું છે. મિલકત સંબંધિત વ્યક્તિને પુરાવા રજૂ કરવાની તક આપવી જોઈએ.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.