સુરતમાં ગૃહમંત્રીના કાકાની હત્યા, પોલીસતંત્રમાં ભારે દોડધામ

| Updated: February 6, 2022 1:38 pm

સુરત શહેરમા ક્રાઇમનો રેશિયો સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્ય ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યા થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. નજીવી બાબતમાં મારમારતા હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોતને ભેટેલા વૃદ્ધ મહેશભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીના કૌટુંબિક કાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા છે.

ગૃહમંત્રીના કાકાને નાકના ભાગે મુક્કો મારતા લોહી લુહાણ થઈ ગયા

મૃતકના પરિવાજનોનું કહેવું છે ઘટના શનિવાર રાતની છે. સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહી લુહાણ થઈ ગયા હતા. બાદ સારવાર સર્થે હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. મૃતક મહેશભાઈ શાંતિલાલ સંઘવી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે. જોકે ટૂંકી સારવાર બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા મહેશભાઈનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગૃહમંત્રીના કાકાની હત્યાને પગલે સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠ્યા

મહત્વની વાત છે એ છે શહેરમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે તેમજ સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા હત્યા નિપજાવી રહ્યા છે ત્યારે તો હવે ગૃહમંત્રીના કાકાની હત્યા થતા અનેક સવાલો લોકો દ્વારા અને સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.