જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના જયેષ્ઠ ભગીની હર્ષદકુંવરીબાનું નિધન

| Updated: January 28, 2022 7:32 pm

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટા બહેન હર્ષદકુમારીબાનું બિમારી બાદ નિધન થયું છે. જામનગરના રાજવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. રાજવી પરિવારના હર્ષદકુમારીબા ઘણા સમયથી બીમાર હતા. મલ્ટી ઓર્ગન ફેલ્યોર કારણે તેમને સારવાર માટે એર લિફ્ટ કરી અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હર્ષદકુમારીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તેમજ નિકટના વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. તે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય હતા. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામનગરના શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર સત્યસાઇ શોમાં પણ તે કર્તાધર્તા હતા. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આ માટે તેઓ સતત ચિંતિત રહેતા હતા.

હર્ષદ કુમારી બાનું નિધન થતા જામસાહેબ શત્રુશલ્યસિંહજી શોક સંદેશ પાઠવ્યો છે. આ શોક સંદેશ માં લખ્યું છે કે, હું મારા પરિવારજનો સહિત જામનગરની જનતાને ભારે હ્રદય સાથે સંદેશો પાઠવું છું કે, જામનગરના રાજવી પરિવારના રાજકુંવરીબાનું આજરોજ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયેલ છે. જામનગર તથા વિશ્વભરમાંથી અમારા પરિવારને સતત પ્રેમ અને અતૂટ વિશ્વાસની લાગણી મળી રહી છે, જેના માટે હું આપ સહુનો તથા ઇશ્વરનો આભારી છું, આ દુઃખદ સમાચાર હું મારા આ વૈશ્વિક પરિવારને ભારે હ્દયે પાઠવી રહ્યો છું. મારા મોટાબહેન શ્રી હર્ષદકુંવરીબાનો પ્રેમ,લાગણી તથા સતત માર્ગદર્શન હંમેશા મારા હ્દયમાં અવિસ્મરણી રહેશે.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી હર્ષદકુમારીબા બીમાર હોવાથી ચિંતિત રહેતા હતા. પ્રથમ તેમને જામનગર ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સારવાર બાદ હર્ષદકુમારીબા નિધન થયું હતું. જામનગર રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના જયેષ્ઠ ભગીની હર્ષદકુંવરીબાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓને 15 દિવસ પૂર્વે જ અમદાવાદની એપોલો હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મલ્ટીઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું લાંબી સારવાર બાદ નિધન થયું છે. હર્ષદકુંવરીબાનો અંતિમવિધિ અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં થશે. તેઓ સત્ય સાઈ સ્કૂલના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત હતા

Your email address will not be published.