HDFC બેન્કના ત્રણ કર્મચારી સહિત 12ની ધરપકડઃ જાણો NRI એકાઉન્ટમાં કેવા ગોટાળા કરતા હતા

| Updated: October 19, 2021 7:05 pm

દિલ્હી પોલીસે એચડીએફસી બેન્કના ત્રણ કર્મચારી અને બીજા નવ લોકો સહિત કુલ 12ની ધરપકડ કરી છે. એનઆરઆઈ એકાઉન્ટમાંથી ગેરકાયદે મોટી રકમ ઉપાડવાના પ્રયાસ બદલ આ લોકોને પકડવામાં આવ્યા છે.

આ લોકોએ છેતરપિંડીથી ચેક બૂક્સ વગેરે મેળવીને જંગી રકમ ધરાવતા એનઆરઆઈ ખાતામાંથી નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે આ ગ્રૂપ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચેક બૂક રિકવર કરી છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં વસતા એક એનઆરઆઈ ખાતેદારના નંબર જેવો જ મોબાઈલ ફોન નંબર પણ પકડી પાડ્યો છે.

ગ્રૂપે એનઆરઆઈ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા માટે 66 વખત પ્રયાસ કર્યા હતા. સ્પેશિયલ સેલના સાઈબર ક્રાઈમ સેલને આ વાતની ગંધ આવી હતી. નાણાં ઉપાડવાના બિનસત્તાવાર પ્રયાસો અને ઇન્ટરનેટ બેન્કિંગના હેકિંગના કેસમાં આ બધું બહાર આવ્યું હતું.

એચડીએફસી બેન્કે સાઈબર ક્રાઈમ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ છે કે એક એનઆરઆઈ બેન્ક એકાઉન્ટમાં ગેરકાયદે નાણાં ઉપાડવાના અનેક પ્રયાસ થયા હતા. એટલું જ નહીં ગ્રાહકના કેવાયસી ડોક્યુમેન્ટના આધારે પણ ચેડા કરવામાં આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *