રાજયમાં કોરોના કેસ વધશે તો પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર આવી શકે છે તવાઈ

| Updated: January 8, 2022 2:57 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે આગામી સમયમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવે તેવી શક્યતા છે. પાનના ગલ્લા , ચાની કીટલી વીકેન્ડ કફર્યૂ, સહિત જ્યા વધારે ભીડ રહે તેવી જગ્યાઓ બંધ કરાવી દેવામાં આવી શકે છે.

અમદાવાદમાં કોરોના વાયરસના છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના પર કાબૂ મેળવવા માટે આજે આરોગ્ય મંત્રીની અમદાવાદના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિકાસ સચિવ મુકેશકુમાર, કલેકટર સંદીપ સાગલે, DDO અનિલ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, સોલા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં કોરોનાને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી અને કેવા પ્રકારની તૈયારી છે તે માહિતી આપવામાં આવી હતી.

કોરોના વાઈરસની એન્ટ્રી હવે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ થઈ છે. હાઇકોર્ટના 40થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે અને સરકારી વકીલોની કચેરીમાં પણ 3 વકીલ પોઝિટિવ આવ્યા છે. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9 ડોક્ટર સહિત 10 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં 3 હજાર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. બીજી લહેરની જેમ ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો ન કરે તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. બીજી લહેરમાં એક જ ઓક્સિજન ટેન્ક હતી ત્યારે આ વખતે 5 ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરી.

તો બીજી બાજુ લોકોમાં ફરી એકવાર કોરોનાના વધી રહેલા કેસને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરના તમામ ટેસ્ટિંગ ડોમ પર લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈન ઉભા દેખાઈ રહ્યા છે.

Your email address will not be published.