નામ મોટાં ને દર્શન ખોટાં : રાજકોટની ઇમ્પિરિયલ હોટલમાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળ્યો

| Updated: November 25, 2021 6:43 pm

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલ ઈમ્પિરિયલ પેલેસમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ગત મહિને જ અશ્લીલ મહેફિલનો ન્યૂડ વીડિયો વાયરલ થવાનો મામલો અને હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયા બાદ આજે ઈમ્પિરિયલ પેલેસમાંથી આરોગ્યના ચેકીંગ દરમિયાન 3 કિલો અખાદ્ય ખોરાક મળ્યો હતો જેને પગલે મનપા દ્વારા હોટલને નોટીસ ફટકારવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ મનપાની આરોગ્ય શાખા દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલી 5 હોટેલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ઈમ્પિરિયલ હોટલમાં 3 કિલો વાસી પુરણપુરી અને પીઝા બેઇઝના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ભોયતળીયાની સફાઇ, ડસ્ટબીન કવર રાખવા, બિનજરૂરી પેકેજીંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફુડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગિંગ કર્યું ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત ટોમેટો રેસ્ટોરન્ટમાંથી 3 કિલો વાસી ગ્રેવી, 1 કિલો બોઇલ્ડ નુડલ્સ અને 2 કિલો બોઇલ્ડ રાઇસનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તથા હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફુડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગિંગ કર્યું ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. હોટલ બીઝ ખાતે ચકાસણી કરી હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. અને ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપી હતી.

આ સાથે મનપાએ મેઘાણી રંગભવનની પાછળ દરોડા પાડ્યા હતા. જ્યાં શ્રી ગણેશ ચાઇનીઝ પંજાબી, પાછળ ખાતે 1 કિલો વાસી ચટણી, મહાકાળી પાણીપુરી ખાતે 5 કિલો વાસી બટાટા, રાજુભાઇ પાણીપુરી ખાતે 4 કિલો વાસી બટાટા, મહાકાળી પાણીપુરી એન્ડ ભેળ ખાતે 8 લીટર પાણીપુરીનું વાસી પાણી અને શ્રી રાધે ચાઇનીઝ પંજાબી ખાતે 2 કિલોવાસી નુડલ્સનો નાશ કરવામાં આવ્યો હતો અને તા.23-11ના રોજ યુનિવર્સિટી રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

મહાદેવ રેસ્ટોરન્ટ ખાતે 4 કિલો વાસી બટાટા, 2 કિલો વાસી ડુંગળીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને જય દ્વારાકાધીશ હોટલ, યુનિવર્સિટી રોડ ખાતે લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટિસ ફટકારી હતી.

Your email address will not be published. Required fields are marked *