મોડાસાની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની તપાસઃ સોનોગ્રાફી મશીન સીલ કરાયું

| Updated: November 24, 2021 6:42 pm

મોડાસાની એક ખ્યાતનામ હોસ્પિટલમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા કેટલાક નિયમોનો ભંગ થતો હોવાથી આ તપાસ કરવામાં આવી છે.

મોડાસા-શામળાજી રોડ પર આવેલી સંજીવની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને તપાસ દરમિયાન સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગના નિયમોનું પાલન કરવામાં આવ્યુ ન હોવાનું જણાઇ આવતા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

મોડાસાની અન્ય ખ્યાતનામ હોસ્પિટલોમાં પણ આરોગ્યવિભાગના નીતિ નિયમોના સરે આમ ભંગ થતા હોવાની વાતો થઈ રહી છે. તેથી આરોગ્ય વિભાગ નૈતિકતા દાખવી નિયમોનો ભંગ કરતી હોસ્પિટલો સામે પગલાં ભરે તે જરૂરી છે.

સોનોગ્રાફી એક સંવેદનશીલ વિષય છે અને જન્મ અગાઉ બાળકનું લિંગ જાહેર કરવાની મનાઈ હોવાથી તેને લગતા નિયમોનો કડક અમલ થાય તે જરૂરી છે.

(અહેવાલઃ તસ્લીમ સુથાર)

Your email address will not be published. Required fields are marked *