કોરોનાના કેસ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા એક્શનમોડમાં : આવતીકાલે બોલાવી બેઠક

| Updated: January 9, 2022 9:44 pm

દેશભરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. રોજે રોજ દેશમાં કોરોનાના આવી રહેલા આંકડા ડરાવી રહ્યા છે. ચિંતાજનક રીતે વધતા કોરોનાના આંકડાને કારણે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દેશભરના રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.

વધતા કોરોના સંક્રમણને લઈને મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે દેશભરના રાજ્યોના આરોગ્યમંત્રીઓની કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આવતીકાલે તાબડતોબ એક બેઠક બોલાવી છે.

હાલમાં દેશમાં જે પ્રકારની સ્થિતિ છે અને કોરોનાના વધતા સંક્રમણને જોતા પીએમ મોદીએ પણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને સમીક્ષા કરી હતી. જે બેઠકમાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચાધિકારીઓ સહિતના પદાધિકારીઓ સાથે સ્થિતિનું મંથન કર્યું હતું. પીએમ મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

કોવિડ ઈમરજન્સી બેઠકમાં ટોચના અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને દેશની કોરોનાથી સ્થિતિથી વાકેફ કર્યાં હતા. આ સહીત બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણ, ICMRના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા.

Your email address will not be published. Required fields are marked *