કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યું એલર્ટ : હોસ્પિટલો તૈયાર રાખજો, એક્ટીવ કેસો પર સતત નજર રાખવાનો આદેશ

| Updated: January 10, 2022 5:54 pm

દેશમાં ફરીથી કોરોના વિકરાળ બનતો જઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોના ફરીથી પીક પર જઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે ફરી એક વાર રાજ્યોને ચેતવણી આપી છે અને રાજ્યોને હોસ્પિટલો તૈયાર રાખવાનું ફરમાન કર્યું છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. અને રાજ્યની પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં જણાવ્યું છે કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે માત્ર પાંચથી દસ ટકા એક્ટીવ કેસોને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર છે. દેશમાં પરિસ્થિતિ બદલાઈ રહી છે. અને કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે હોસ્પિટલોમાં દાખલ થનારા કેસોની સંખ્યા પણ ઝડપથી વધી શકે છે. પરિસ્થિતિ બદલાય તો તેને પહોચી વળવા માટે તૈયાર રહેવું પડશે.

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ કેસોની સંખ્યા અને એક્ટીવ કેસોની સંખ્યા પર નજર રાખવાની સલાહ આપી હતી અને સ્થતિ ગમે ત્યારે વણસે તો રાજ્યોએ હોસ્પિટલો તૈયાર કરવી રાખવી જોઈએ અને હોસ્પિટલોની સુવિધાઓમાં વધારો કરવા માટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે દેશમાં નવા 1.79 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.

Your email address will not be published.