આજથી મળશે ગરમીમાંથી રાહત, આ વિસ્તારમાં આપી વરસાદની આગાહી

| Updated: April 6, 2022 2:49 pm

ગરમીમા સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ધણા દિવસોથી માર્ચની શરૂઆતથી જ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હતો અને આ વખતેના તાપમાને છેલ્લા ધણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હાલ રાહતના સમાચાર આવી રહ્યા છે આગામી 3 દિવસ ગરમીમાંથી આંશિક રાહત જોવા મળશે.

મંગળવાર સુધીના તાપમાનની વાત કરવામાં આવે તો 41 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું હતું.અને જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.સૌથી વધુ ભૂજમાં 42.2 ડિગ્રી નોંધાયું હતુ.

હવામાનના કહેવા પ્રમાણે 11 એપ્રિલ સુધી તાપમાનમાં રાહત મળશે.હવામાન વિભાગ દ્રારા સતત આગાહી આપવામાં આવી રહી છે.આ સાથે વરસાદની એટલે કે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે ગાંધીનગરમાં માવઠાની આગાહી કરાઇ છે.ત્યાં વરસાદ પડવાની શક્યાતાઓ જોવા મળી છે..

આજે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે અને 8થી 11 એપ્રિલ દરમિયાન અમદાવાદને ગરમીમાંથી રાહત મળશે. આ સાથે તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

બીજી તરફ, પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.એપ્રિલમાં જ લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે હવામાન વિભાગ દ્રારા આ માટે સુચના પણ આપવામાં આવી છે કે

હવામાન એજન્સીએ કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ગરમી અને ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. એપ્રિલમાં જ લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.બીજી તરફ, પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન એજન્સીએ કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ગરમી અને ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. એપ્રિલમાં જ લોકોને મે-જૂનની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.

Your email address will not be published.