અમદાવાદમાં ગરમીનો કહેર, સતત ત્રીજા દિવસે તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ

| Updated: April 30, 2022 11:18 am

કાળઝાળ ગરમીએ એપ્રિલ મહિનામાં  આમદાવાદીઓને (Ahmedabad ) ત્રાસ આપવાનું ચાલુ જ  રાખ્યું છે. ગરમીનો પારો વધી રહ્યો છે. સતત  ત્રીજા દિવસે શહેરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. બુધવારે મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી, ગુરુવારે 44.4 ડિગ્રી અને શુક્રવારે 44.2 ડિગ્રી હતું. આગળ કોઈ રાહત નથી, કારણ કે શનિવારે અમદાવાદનું (Ahmedabad ) મહત્તમ તાપમાન 44 – 45 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે.

ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં પણ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, શનિવારે આ જિલ્લાઓમાં હીટવેવ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 3-4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, ત્યારબાદ, આગામી બે દિવસ દરમિયાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. 

આ પણ વાંચો: પરશુરામ જયંતિ ક્યારે આવે છે? ચોક્કસ તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ જાણો

IMD ગુજરાતના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, પવનની દિશાને કારણે આગામી કેટલાક દિવસો સુધી તાપમાન ઊચું રહેશે. તેમણે કહ્યું,“ ઘણીવાર પવનની દિશામાં ફેરફારથી રાહત આવે છે, જે અરબી સમુદ્રમાંથી ભેજ લાવે છે. પણ તે અત્યારે થઈ રહ્યું નથી. હાલમાં, પવનની દિશા ઉત્તરપશ્ચિમ છે, જેથી  રાજ્યમાં ગરમી વધી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આગામી થોડા દિવસો સુધી તાપમાનમાં વધારો જોવા મળશે.

ચિકિત્સકો મુજબ, સતત ગરમીથી  ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે, થાક લાગવો , માથા તેમજ શરીરમાં દુખાવો, અસ્વસ્થ પેટ અને ઝાડા જેવી તકલીફો થઈ શકે છે. 

Your email address will not be published.