ગુજરાતમાં ફરીથી ગરમીનો પારો વધશે; ગરમીથી બચવા આ ઉપાયો જરૂર કરો

| Updated: April 15, 2022 3:35 pm

ગુજરાતમાં આવતીકાલથી ગરમીનો પારો ફરીથી વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિ-રવિ માટે યલો એવર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલે દિવસ દરમિયાન 42.4 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમરેલી ઉપરાંત અમદાવાદ, ભૂજ, ગાંઘીનગર, રાજકોટમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.

અમદાવાદમાં 42.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 20 એપ્રિલ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આમ, આગામી દિવસોમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ગરમી છે?

અમરેલી 42.4

અમદાવાદ 42.2

ભૂજ 41.6

ગાંધીનગર 41.6

રાજકોટ 41.3

ડીસા 40.4

પાટણ 40.4

વડોદરા 40.2

જુનાગઢ 39.5

ભાવનગર 38.6

સુરત 38.3

ડોકટરો દ્વારા આપવામાં આવતી સલાહ:

હીટવેવ ઓછી ન થવાથી લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની વચ્ચે બહાર નીકળવાનું ટાળે, દર્દીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓએ તડકામાં જતાં પહેલા છાશ, લીંબુનું શરબત, અને નાળિયેર પાણી જેવા પુષ્કળ પ્રવાહી પીતા રહેવું.

આદર્શ રીતે, લોકોએ તેમના માથાને ટોપી અથવા દુપટ્ટાથી ઢાંકવાની કાળજી લેવી જોઈએ. હીટસ્ટ્રોકથી બચવા માટે આ મહત્વપૂર્ણ છે.

ડોકટરો લોકોને પાણી પીતી વખતે અને ફૂડ સ્ટોલ પર ખાતી વખતે સાવચેત રહેવાની સલાહ આપે છે, જેથી પાણીની દૂષિતતાને કારણે ફૂડ પોઈઝનિંગથી જેવા રોગથી બચી શકાય.

Your email address will not be published.