તંત્રના આંખ આડા કાન: અમદાવાદના ગુજરી બજારમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ, કોરોના નિયમનો સરેઆમ ભંગ

| Updated: January 9, 2022 3:31 pm

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ગુજરી બજાર (Ahmedabad Gujri Bazaar) માં આજે સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બજારમાં લોકો બિન્દાસ્ત માસ્ક વિના ફરતા જોવા મળી રહ્યા હતા. આ બજારમાં હજારો વેપારીઓ ધંધો કરવા માટે ભેગા થાય છે અને આ ભીડ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગનો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના ત્રણ દરવાજા અને ગુજરી બજાર (Ahmedabad Gujri Bazaar) માં આજે રવિવાર હોવાને કારણે લોકોની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ શહેર માટે ચિંતા વધારી શકે તેમ છે. અહીંયા હજારોની સંખ્યમાં લોકો વેપાર કરવા માટે આવતા હોય છે. જો કે, તહેવાર બાદ બજારોમાં હજી પણ લોકોની ભીડ દેખાઈ રહી છે. અમદાવાદ સહિતના ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જે એક ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો: ઉત્તરાયણના દિવસે અમદાવાદ પોલીસ ડ્રોનથી રાખશે નજર, 250 ધાબા પોઈન્ટ રાખવામાં આવશે

અમદાવાદના ગુજરી બજાર (Ahmedabad Gujri Bazaar) માં આજે હજારોની સંખ્યમાં વેપારીઓ અને લોકો જોવા મળ્યા હતા. આ ભીડ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગનો સંદતર અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે લોકોની આ બેદરકારી આગામી સમયમાં ગંભીર પરિણામો નોતરી શકે છે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.

તમને જણવા દઈએ કે, ગત અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 2521 કેસ સામે આવ્યા હતા. એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. પરતું તંત્ર પોતે જ આંખ આડા કાન કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે આજે ગુજરી બજારમાં મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તો કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે અમદાવાદ ગઈકાલે એએમસી દ્વારા નવા 36 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા અને એએમસી દ્વારા 6 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવામાં આવ્યા હતા.

(ફોટો: હનિફ સિંધી)

Your email address will not be published. Required fields are marked *