રાજયના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ત્યારે ખેતી લાયક વરસાદને લઈ ધરતીપુત્રોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી પાચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરાસાદ ખાબક્યો છે. જેમાં વિસાવદરમાં 4 ઈંચ, કામરેજમાં 3.5 ઈંચ,નવસારીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં આજથી વરસી શકે છે મૂશળધાર વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
