ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાબડતોબ મીટિંગ

| Updated: July 6, 2022 7:40 pm

હવામાન વિભાગ દ્રારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અને જેને પગલે સરકાર સતત સતર્ક થઇ કામગીરી કરવા લાગી છે.હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકાર દ્રારા આગોતરા પગલાને કારણે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર પ્રિપેડનેશ અંગે વહીવટીતંત્રની કામગીરી -આગોતરા પગલાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. પોતાની તરફથી કેટલુક માર્ગદર્શન પણ મેળવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

ભારે વરસાદના કારણે અનેક જળાશયો વોર્નિંગ લેવલ અને હાઇએલર્ટ પર છે.કેન્દ્રીય હવામાન વિભાગે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.206 જળાશયોમાં 1.89 લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ પર છે જેના કારણે NDRFની 9 અને SDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.ભારે વરસાદના કારણે ધણા બધા સંપર્ક વિહોણા થયા છે.મળતી માહિતી અનૂસાર ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 10 જેટલા ગામો સંપર્ક વિહોણાની માહિતી મળતાની સાથે તંત્ર દોડતું થયું ગયું છે.આગામી પાંચ દિવસમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના પગલે સરકાર પણ અગાઉ કામગીરી કરી રહી છે અને લોકોને કોઇ હાલાકીનો સામનો ના કરવો પડે તેના માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Your email address will not be published.