ગોંડલમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ્સ, ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા

| Updated: June 26, 2022 6:17 pm

ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ત્યારે આજે ગોંડલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્તા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

બપોરના સમયે બનાસકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ભારે ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વાવણીના સમયે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ગોંડલમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી રહી છે. ગોંડલ શહેરના અક્ષર મંદિર રોડ પર વૃક્ષો ધરાશાયી થયા છે. અહીં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ છે.

ત્રણ વાગ્યા આસપાસ પવનના સૂસવાટા સાથએ ગોંડલમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ઝાડ અને બોર્ડ ધરાશાયી થઇ ગયા છે. કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો છે જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

ગોંડલમાં હાલ જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે ત્યાં જ કેટલાક ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં વૃક્ષો ધરાશાઇ થયા છે અને રોડ રસ્તા પર વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

Your email address will not be published.