દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં આજે સવારથી જોરદાર વરસાદ ચાલુ છે. નવસારી શહેરમાં છેલ્લા બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના વલોદમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે. અહીં માત્ર બે કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ દરમિયાન વલસાડ શહેરમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં નવ ઇંચથી વધારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘણી જગ્યાએ દુકાનો પણ પાણીમાં ડુબી ગઈ હતી. દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. સંઘપ્રદેશ દમણમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વસલાડના પારડીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડે છે. મહુવામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
નવસારીના ગણદેવી તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. અહીં સવારના છથી 10 વાગ્યા વચ્ચે પાંચ ઇંચ વરસાદ પડ્યો. હતો. નવસારી પાસે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.