આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

| Updated: June 16, 2022 4:54 pm

રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારા વરસાદને લઈ ખેડૂતોમાં ભારે ખુશી પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ થશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે અરેબિયન શીમાં અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જૂન એટલે કે ગુરૂવારે બપોરે 2 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં થયો છે. નવસારીમાં ત્રણ ઈંજ જેટલો વરસાદ થયો છે. તો સુરતના કામરેજમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. આણંદના તારાપુરમાં 23 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે આજે રાજ્યના 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે બપોરના સમયે વરસાદી માહોલ છવાયો હતો અને શહેરના ઘણા વિસ્તારોમાં અમી છાંટા પણ પડ્યા હતા.

Your email address will not be published.