દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં આઠ ઈંચ વરસાદની પડવાની શક્યતા

| Updated: July 5, 2022 1:21 pm

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ઓડિશામાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મેઘરાજા વરસી રહ્યા છે. તો બીજી બાજુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી પાચ દિવસમાં આઠ ઈંચ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, “આગામી પાંચ દિવસમાં ગુજરાત રાજયમાં મેઘમહેર જોવા મળી શકે છે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.

ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ કચ્છમાં સીઝનનો કુલ 12.58 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો કુલ 10.86 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સીઝનનો કુલ 10.54 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કુલ 18.85 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 21.03 ટકા વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યારસુધી 16.44 ટકા અને સરેરાશ 139.73 એમ.એમ. વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 156 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Your email address will not be published.