ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

| Updated: July 7, 2022 1:59 pm

રાજયમાં આગામી 7થી 10 જુલાઈ સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRF અને SDRFની ટીમને એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. રાજયમાં હાલ 9 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા 5મી જુલાઈથી આગામી 5 દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટિન મુજબ સુરત જિલ્લામાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એવામાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા છે, સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી ભારે વરસાદને કારણે જિલ્લાનાં જળાશયોના લો-લાઇંગ એરિયામાંથી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય એવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વતૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. આ સાથે નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય એની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

Your email address will not be published.