ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી

| Updated: June 23, 2022 3:34 pm

અમદાવાદમાં ગત રાત્રે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. ત્યારે ગત બુધવારના રોજ રાજયના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગઇકાલથી રાજકોટ જિલ્લામાં મેઘારાજાએ મંડાણ માંડ્યા છે. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી વહેતાં થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે અસહ્ય બફારા વચ્ચે ધીમી ધારે મેઘરાજાના પગરણને કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારે વરસાદી ઝાપટું વરસી જતાં રસ્તાઓ ભીંજાયા હતા.

ભારે બફારા બાદ વરસાદી માહોલ છવાતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતુ. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વઘઈ,આહવા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્ર્ના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મંગળવારે દક્ષિણ ગુજરાતના ગણતરીના તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં સિવાય કોઈ વધુ મહેર નથી થઈ. એને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે, કારણ કે ચોમાસું બેઠાને 9 દિવસ વીતવા છતાં હજુ 200 જેટલા તાલુકામાં વાવણી થઈ શકી નથી. રાજ્યમાં હજુ સીઝનનો માંડ 4 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજી 21 જિલ્લામાં વરસાદની ઘટ છે. ચોમાસું હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને બાદ કરતાં ક્યાંય આગળ વધ્યું નથી.

Your email address will not be published.