ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ટીમ તૈનાત

| Updated: July 3, 2022 8:20 pm

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાવચેતીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

એનડીઆરએફની ટીમે રવિવારે બોરસદ તાલુકાના કઠોલ ગામથી વધુ એક મૃતદેહ કબજે કર્યો હતો. ગુરૂવારની રાત્રે ભારે વરસાદને કારણે અત્યાર સુધી બે મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. આણંદના બોરસદ તાલુકામાં 12 ઈંચ વરસાદ થયો હતો. ઘણા ગામમાં પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદની વચ્ચે ચારના મોત થયા છે. રાજકોટના શાપર-વેરાવળ જોડેના વિસ્તારમાં મધ્યપ્રદેશના શ્રમિકના બે બાળકો તણાઈ ગયા હતા. તેઓ કચરો વીણતા હતા અને ગુરુવારે પણ કચરો જ એકત્રિત કરવા નીકળ્યા હતા. પણ ઘરે પરત ફર્યા ન હતા. પાંચ વર્ષના અર્જુન બારિયા અને તેના નવ વર્ષના ભાઈ અશ્વિનનો મૃતદેહ શુક્રવારે તળાવ નજીકથી મળી આવ્યો હતો.

Your email address will not be published.