વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાપી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો ફસાયા

| Updated: June 20, 2022 3:14 pm

રાજયના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકોને ભારે મુશકેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ભારે વરસાદની આગાહીને લઈ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. જો કે અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં આગામી પાચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુજરાતના વલસાડમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. ભારે વરસાદના કારણે વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વલસાડના અનેક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી ભરાયાં છે. વલસાડના વોર્ડ નંબર 5 અને 2 માં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે.

અમરેલી જિલ્લામાં સતત 11મા દિવસે મેઘમહેર થઈ છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ધરતીપુત્રમાં ખુશી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

છોટાઉદેપુર માં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.

વડોદરાના ડભોઇ પંથકમાં મેઘ મેહેર જોવા મળી છે. વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેનાથી પંથકમા ઠંડક પ્રસરી જવા પામી છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છે.

છોટાઉદેપુરમાં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Your email address will not be published.