શિવાંશની માતા હીનાની અમદાવાદમાં ખોજા જમાતના કબ્રસ્તાનમાં દફનવિધિ

| Updated: October 12, 2021 12:28 pm

રાજ્યભરમાં ચકચાર જગાવનાર હીના હત્યા કેસમાં હીનાના મૃતદેહને સોમવારે સાંજે તેના માતાપિતાના ઘરે જુહાપુરા લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

હીનાની અંતિમવિધિ જુહાપુરા વિશાલા ખાતે આવેલા ખોજા જમાતના કબ્રસ્તાનમાં કરવામા આવી હતી. આ દફનવિધિ અગાઉ ખોજા જમાતે તેઓના કબ્રસ્તાનમાં હીનાની દફનવિધિ ન કરવા માટે ઠરાવ કર્યો હતો, પરંતુ આખરે ત્યાં દફનવિધિ કરવામાં આવી હતી.

બે દિવસ અગાઉ તરછોડાયેલી સ્થિતિમાં મળી આવેલા શિવાંશ નામના બાળકનો કેસ અનેક આંટીઘુંટીમાંથી પસાર થયો છે. 10 મહિનાના શિવાંશના પિતા સચિને જ શિવાંશની માતા અને પોતાની પ્રેમિકા હીનાની હત્યા કર્યા પછી પકડાઈ ગયો હતો. ત્યારબાદ વડોદરામાં તેમના ફ્લેટમાંથી હીનાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી અંતિમવિધિ કરવામાં આવી છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *