વિશ્વના ઘણા દેશોએ યુદ્ધને લઈને રશિયાને સપોર્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે રશિયામાં હાલ અનેક વસ્તુઓની ભયંકર તંગી જોવા મળી રહી છે. ત્યારે સુરતથી 10 આઈટમો રશિયા એક્સપોર્ટ થવાના કારણે ભારત માટે મોટી તક કહી શકાય છે. સમગ્ર વિશ્વની નજર યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. તો બીજી બાજુ અમેરિકા અને યુરોપિયનના પ્રતિબંધોને લીધે રશિયામાં રેડી ટૂ ઇટ, ડેરી, FMCG કાપડની તંગી સર્જાઈ છે. ત્યારે આ પરિસ્થિતિમાં રશિયન બિઝનેસ હાઉસ દ્વારા સપ્લાય શોધવામાં મદદ માટે કેટનો સંપર્ક કરાયો છે.
સુરતમાંથી 10 આઈટમ રશિયા એક્સપોર્ટ થશે. હાલ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે અમેરિકા, જાપાન અને યુરોપ દેશોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ રશિયાને સપોર્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે રશિયામાં હાલ અનેક વસ્તુઓની તંગી જોવા મળી રહી છે. પ્રતિબંધ બાદ રશિયા દ્વારા આ મામલે ભારત સરકારની મદદ પણ માંગવામાં આવી છે. રશિયાને અનેક વસ્તુઓ જોઈએ જે ભારત પાસેથી મળી શકે છે. કેન્દ્ર સરકારે રશિયાના બિઝનેસ હાઉસને સહયોગ આપવાની જવાબદારી કન્ફેડરેશન ઓલ ઇન્ડિયન ટ્રેડર્સને આપી છે.
સુરત કેટના પદાધિકારી બરકત પંજવાનીએ જણાવ્યું હતું કે, રશિયા બિઝનેસ હાઉસ દ્વારા રોજબરોજના જીવનમાં ઉપયોગી FMCG આઈટમો, રેડી ટુ ઈટ ફૂડ, ડેરી બ્રેકફાસ્ટની સામગ્રી ફેબ્રિક સહિતની યાદી મોકલી છે. એડ્રેસ અને એની માહિતી દેશભરના નોંધાયેલા વેપારીઓને મોકલી છે. એમાંથી એક હજીરાના એક્સપોર્ટ મળીએ એક્સપોર્ટની 10 જેટલી વસ્તુઓ રશિયાને સપોર્ટ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં ભારત માટે આ મોટી તક કહી શકાય. આ અંગે અમારી દિલ્હી ખાતે 4 મેના રોજ બેઠક પણ યોજવામાં આવશે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )