મુંબઈના ખાડા અને ટ્રાફિકના કારણે બહાર નીકળવું જોખમ થયું: હેમા માલિની

| Updated: July 3, 2022 6:57 pm

દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ મુંબઈના ટ્રાફિક અને રસ્તાઓ પરના ખાડાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં હેમા માલિનીને મુંબઈ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. અભિનેત્રી મીરા રોડથી તેના જુહુના ઘરે જઈ રહી હતી. અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીને ટ્રાફિકના કારણે પહોંચવામાં ઘણો સમય લાગ્યો.

મુંબઈમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. સર્વત્ર પાણી ભરાયેલું છે. ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક છે. અભિનેત્રી જ્યારે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અન્ય લોકોની જેમાં હેમા માલિનીએ પણ મુંબઈના ટ્રાફિક સામે વાંધો ઉઠાવ્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મુંબઈ ટ્રાફિક પોલીસ અને તેમની સુવિધાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

હેમા માલિની ગુસ્સે થયા

એક મીડિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, “હું કલ્પના કરી શકતી નથી કે આ મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓમાં ગર્ભવતી મહિલા કેવી રીતે મુસાફરી કરશે. હું એક મુંબઈકર તરીકે આ વાંધો ઉઠાવી રહી છું. પોલીસનું કામ છે. રસ્તા પર સવારોને માર્ગદર્શન આપવું. આજે મને પહેલો અનુભવ મળ્યો, જ્યારે મીરા રોડથી મારા જુહુના ઘરે પહોંચવામાં મને બે કલાક લાગ્યા.”

હેમા માલિનીએ વધુમાં કહ્યું કે હું જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું વિચારું છું ત્યારે મને ડર લાગે છે, કારણ કે ત્યાં ખૂબ ટ્રાફિક છે. દિલ્હી અને મથુરામાં પણ લોકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે ત્યાં સ્થિતિ પહેલા કરતા સારી થઈ ગઈ છે. ધીમે ધીમે વસ્તુઓ સુવ્યવસ્થિત થઈ રહી છે. અભિનેત્રી જુહાબ-દહિસર રોડ પર મુસાફરી કરતી હતી. આજના સમયમાં આ રસ્તા પરનો ટ્રાફિક જોઈને હેમા માલિનીએ કહ્યું કે મુંબઈ શું હતું અને શું થઈ ગયું છે. હાલમાં જ હેમા માલિની તેની પુત્રી એશા દેઓલ સાથે વેકેશન પર ગઈ છે. જો કે બંને ક્યાં ગયા છે તેની કોઈ માહિતી મળી નથી.

Your email address will not be published.