અમદાવાદ બન્યું અગનભઠ્ઠી: 13 શહેરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર, 100 વર્ષનો રેકોર્ડ તૂટશે

| Updated: May 12, 2022 2:07 pm

અમદાવાદમાં આજે સૌથી વધારે ગરમી નોંધાઈ છે. આજે પારો 47 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે આવતીકાલે 48 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાએ છે. ડો ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. રાજ્યનાં 13 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે.

અમદાવાદમાં આજે સવારથી જ ગરમી ચાલુ થઈ ગઈ હતી. જ્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ પારો સીધો 47 ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જો કે, આવતીકાલે પારો 48 ડિગ્રી જાય તેવી શક્યતાઓ છે.

બેકાબૂ સૂર્યપ્રકોપને જોતાં હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડિયાદ 45, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

વર્ષડીગ્રી
201143.4
201243
201344.3
201444.5
201544.6
201648
201743.6
201844.8
201944.3
202044.1
202143
202247

Your email address will not be published.