હિંમતનગર પરિસ્થિતિ કાબૂ બહાર, જિલ્લા ડીએસપી ઘાયલ, અર્ધલશ્કરી દળની માંગણી

| Updated: April 10, 2022 6:34 pm

હિંમતનગરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છાપરીયા વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં મામલો બીચકાયો હતો. બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પર પણ પથ્થરમારાની ઘટના બનતા ચકચાર મચી છે. પોલીસ ટોળા વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જો કે જિલ્લા પોલીસ ડીએસપી પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળની માંગ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ આજે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જો કે, કેટલાક અસામાજીક ત્તત્વો દ્વારા આ દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ પથ્થરમારામાં બે જૂથો આમને સામને આવી એક બીજા પર પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ ગઈ હતી. ત્યારબાદ કેટલાક તોફાની ત્તત્વોએ વાહનોમાં ભારે તોડફોડ પણ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા 5 રાઉન્ડ ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. આ બનાવમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો ઉપર પણ પથ્થરમારાની ઘટના બનતા ચકચાર મચી છે. પોલીસે ટોળાઓને વેર વિખેર કરવા માટે ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જે પ્રકારે હૂમલો થયો તે જોતા આ હૂમલો સુનિયોજીત રીતે કરવામાં આવ્યો હતો. પહેલાથી જ ધાબા અને ઉંચા વિસ્તારોમાં પથ્થરો એકત્ર કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. જો કે પોલીસના ઉચ્ચ અધિકારી પણ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે. ઘાયલ થયેલા પોલીસને હાલ સારવાર આપવામાં આવી રહી છે.

Your email address will not be published.