હિન્દી બોલનારા અમારે ત્યાં પાણીપુરી વેચે છેઃ તમિલનાડુના શિક્ષણ પ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન

| Updated: May 14, 2022 12:54 pm

ચેન્નાઈઃ તમિલનાડુના ઉચ્ચ શિક્ષણપ્રધાન પોનમુડીએ હિન્દી ભાષા અને હિન્દી ભાષીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે હિન્દી ભાષા બોલનારાઓ કોઇમ્બતૂરમાં પાણીપુરી વેચે છે. હિન્દી વૈકલ્પિક હોવી જોઈએ, ફરજિયાત નહીં.

દેશમાં હિન્દી ભાષાને લઈને ચાલતા વિવાદમાં તમિલનાડુના ઉચ્ચ શિક્ષણપ્રધાન પોનમુડી કૂદી પડ્યા છે. તેમણે શુક્રવારે કોઈમ્બતૂર ખાતેની યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારંભને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભાષા તરીકે જોઈએ તો હિન્દી કરતાં અંગ્રેજીનું મહત્વ વધારે છે. હિન્દી બોલનારાઓને નોકરી મળે છે તેવો સવાલ પૂછ્યો હતો. તેમણે કટાક્ષ કર્યો હતો કે હિન્દી બોલનારા લોકો કોઇમ્બતૂરમાં પાણીપુરી વેચી રહ્યા છે.

પોનમુડીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના 2020ના લાભકારી પાસાઓને લાગુ કરવાનો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર બે ભાષા સિસ્ટમ લાગુ કરવા દ્રઢ છે. પોનમુડીનો દાવો છે કે તમિલનાડુ ભારતમાં શિક્ષણ પ્રણાલિઓમાં સૌથી આગળ રહ્યું છે. તમિલ વિદ્યાર્થી કોઈપણ ભાષા શીખવા તૈયાર છે. હિન્દી ફક્ત વૈકલ્પિક ભાષા હોવી જોઈએ નહી કે ફરજિયાત.

તેમનું કહેવું હતું કે હિન્દી ભાષીઓને પોતાને નોકરી મળી રહી નથી રહી તો પછી બીજા લોકો હિન્દી શીખીને આ પ્રકારની બેરોજગારીમાં શું કામ વધારો કરે. તેના બદલે અંગ્રેજી શીખનારાઓને નોકરી મળી રહી છે. તે હકીકત છે. વાસ્તવમાં આ વસ્તુને સંસ્કૃતિ સાથે જોડવાના બદલે રોજગાર સાથે જોડવાની જરૂર છે. જો હિન્દી આવડવાથી જ આવક થતી હોત તો હિન્દી ભાષીઓએ છેક કોઇમ્બતૂર સુધી પાણીપુરી વેચવા માટે લાંબુ થવું પડ્યું ન હોત. તેથી આપણે તે હકીકત સ્વીકારવી જોઈએ કે રોજગાર માટે અંગ્રેજી વગર ચાલતું નથી, આજે તે વૈશ્વિક ભાષા છે.

અગ્રેજી શીખવાની સાથે વૈશ્વિક જ્ઞાનના દરવાજા આપણી સમક્ષ ખુલી જાય છે. આમ અંગ્રેજીમાં છે તેટલી જાણકારી અને વિગતો હિન્દીમાં ઉપલબ્ધ નથી. આ અંગે તેમ પણ કહી શકાય કે કેન્દ્ર સરકાર આટલા સમયગાળા પછી પણ હિન્દીમાં બધુ વૈશ્વિક જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં સફળ બની નથી. તેથી અમારે હિન્દી ભાષીઓની જેમ બેકારોની ફોજમાં વધારો કરવો નથી. આજે હિન્દી ભાષી રાજ્યોમાં પણ અંગ્રેજી શીખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, કેમ, કારણ કે તે રોજગાર આપતી ભાષા છે. તેના લીધે તમે વૈશ્વિક સમુદાય સાથે જોડાવ છો.

Your email address will not be published.