વિનાશની વરવી વાસ્તવિકતાઃ હિરોશિમા ડે

| Updated: August 6, 2022 4:32 pm

આજથી 77 વર્ષ પહેલા આ જ દિવસે જાપાનના (#Japan) શહેર હિરોશિમા પર એક મોટું વાદળ સર્જાયુ હતુ. સવારે આઠ વાગે ધરતીથી ઉપર સર્જાયેલા આ વાદળે વેરેલો વિનાશ માનવ ઇતિહાસમાં સૌથી વિનાશક માનવામાં આવે છે. આ એ દિવસ હતો જ્યારે યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોનો સૌપ્રથમ વખત ઉપયોગ થયો હતો. સમગ્ર વિશ્વએ પરમાણુ શસ્ત્રોની વિભિષિકા તે દિવસે જોઈ હતી. આ સાથે આ હુમલાએ પુરવાર કર્યુ હતું કે હવે કોઈ યુદ્ધ સરહદો સુધી સીમિત રહ્યું નથી પણ તમારા ઘરના દરવાજા સુધી આવી ગયું છે.

હિરોશિમા પરના આ પરમાણુ હુમલાના લીધે હજારો લોકોએ આંખના પલકારામાં જીવ ગુમાવ્યા હતા. હુમલાની સેકન્ડોમાં આખુ શહેર બળીને રાખ થઈ ગયું હતું. હુમલા પછી સમગ્ર હિરોશિમા શહેર એક સપાટ જમીનમાં ફેરવાઈ ગયુ હતુ. હિરોશિમા જાપાનનું સાતમું મોટું શહેર હતુ. તેના પછી દર વર્ષે છ ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસ (#HIroshima Day) ઉજવવામાં આવે છે.

હિરોશિમા પર જે પરમાણુ બોમ્બ છોડવામાં આવ્યો હતો તેનું નામ લિટલ બોય (#Little boy) હતુ. આ અણુ બોમ્બનું વચન ચાર ટન હતુ. આ વિનાશકારી બોમ્બમાં 65 કિલો યુરેનિયમ (# Uranium) ભરેલું હતું. એનોલેગ નામના પ્લેનમાં લિટલ બોયને લોડ કરવામા આવ્યો હતો. આ પ્લેનના પાયલોટ પોલ ટિબેટ્સ હતા. વાસ્તવમાં અમેરિકા હિરોશિમાના એઓઇ બ્રિજ પર પરમાણુ બોમ્બ છોડવા માંગતુ હતુ, પરંતુ તેનો લક્ષ્યથી થોડે દૂર વિસ્ફોટ થયો.

આ પણ વાંચોઃ ચીન સાથેના તનાવ વચ્ચે તાઇવાનને ફટકોઃ મિસાઇલ ડેવલપમેન્ટ ઓફિસરનું શંકાસ્પદ મોત

અમેરિકાએ (#America) સવારે સવા આઠ વાગ્યે પ્લનેમાંથી બોમ્બ ફેંક્યો અને થોડી જ સેકન્ડોમાં વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ત્રણ લાખથી વધારે વસ્તી ધરાવતુ હિરોશિમા શહેર નષ્ટ થઈ ગયું હતું.આ પરમાણુ હુમલા (#Nuclear attack)પછી પૃથ્વીનું તાપમાન ચાર હજાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ. જો કે જ્યાં બોમ્બ પડ્યો હતો તે સ્થળે તાપમાન ચાર લાખ ડિગ્રી સેલ્સિયસ હતુ. 9 ઓગસ્ટ હિરોશિમા હુમલાના ત્રીજા દિવસ પછી અમેરિકાએ નાગાસાકી પર બીજો પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો સવારે 11 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 70 હજાર લોકોના મોત થયા હતા. નાગાસાકી પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેનું નામ ફેટમેન (#Fatman) હતુ. આ બોમ્બમાં 6.4 કિલો પ્લુટોનિયમ ભરેલું હતું, જે યુરેનિયમ કરતાં પણ વધુ ઘાતક અને ખતરનાક હતું.

ત્રણ દિવસના આ બે હુમલામાં જાપાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયુ હતુ. બંને શહેરો સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થયા હતા. બે લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને જેઓ બચી ગયા તેમનું જીવન વધારે ખરાબ થયુ હતુ. કેટલાક અપંગ થયા હતા અને કેટલાકને કેન્સર થયુ હતુ. આ હુમલા પછી પણ ઘણા લોકો પરમાણે વિકિરણનો શિકાર બન્યા હતા, જેના લીધે તેઓના મોત થયા હતા.આ હે હુમલા પછી જાપાને અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જો જાપાને બે હુમલા પછી પણ આત્મસમર્પણ કર્યુ ન હોત તો અમેરિકા આવા બીજા હુમલાની પણ તૈયારી કરી રહ્યુ હતુ. જો કે જાપાનના રાજા હિરોહતોએ અમેરિકન સેના સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતુ. આ પછી એટમ બોમ્બને ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ જાપાનના જનમાનસ પર એટમ બોમ્બનો આ ઘા હજી પણ છે.

Your email address will not be published.