વલસાડ નેશનલ હાઇવે પર હિટ એંડ રનની ઘટના: પારડીના તલાટી નિમિષાબેન રાણાનું મોત

| Updated: October 12, 2021 9:55 am

મંગળવારે સવારે વલસાડના નેશનલ હાઇવે નંબર 48 પર એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં પારડી તાલુકાના સુખલાવ વેલપરવા અને આમલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિમિષાબેન રાણાનું મોત થયું છે.

વલસાડના નેશનલ હાઇવે નંબર 48 પર સુગર ફેકટરી પાસે નિમિષાબેન રાણાને એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરથી નિમિષાબેનની હાલત ગંભીર જણાયી રહી હતી. જેથી તેમને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર હેઠળ રખાયા હતા. ટક્કર મારનાર વહાન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેનો કોઈ અતોપતો મહળીઓ નહોતો.

સારવાર હેઠળ રાખવામાં આવ્યા છતાં નિમિષાબેન જીવન અને મૃત્યુની જંગ હારી ગયા અને તેમની સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ હતી. યુવા મહિલા તલાટી કમ મંત્રી નિમિષાબેન રાણાના અવસાનની જાણ થતાં પંચાયત અને કર્મચારી પરિવારમાં શોકની લાગણી અનુભવાઈ રહી છે.

જોકે વહાન ચાલક હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ મામલો હવે પોલીસના ચોપડે છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

Your email address will not be published. Required fields are marked *