એચએલએલ લાઇફકેરની કમાન હવે પ્રાઇવેટ હાથોમાં; અદાણી અને પીરામલ ગ્રુપ બોલીમાં આગળ

| Updated: April 17, 2022 1:11 pm

દેશમાં એક પછી એક સરકારી કંપનીઓનું ઝડપથી ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવવા જઇ રહ્યું છે. એર ઇન્ડીયા બાદ કેંદ્રની મોદી સરકાર વધુ એક સરકારી કંપનીને વેચવાની તૈયારી કરી લીધી છે. એચએલએલ લાઇફકેરની કમાન હવે પ્રાઇવેટ હાથોમાં જઇ રહી છે. તેના માટે સરકારને બોલી પણ મળવા લાગી છે. 

જોકે, એચએલએલ લાઇફકેર લિમિટેડમાં સરકાર પોતાની પુરી ભાગીદારી વેચી રહી છે એટલે કે હવે આ કંપની પણ ખાનગી હાથોમાં જતી રહેશે. એક અહેવાલ અનુસાર આ કંપનીના ખરીદદારોની બોલી આવવાનું શરૂ થઇ ગયું છે. ભારતીય કંપની ગ્રુપ અદાણી ગ્રુપ અને પીરામલ હેલ્થકેર સાર્વજનિક ક્ષેત્રની દવા કંપની, એચએલએલ લાઇફકેર લિમિટેડને ખરીદવા માટે દોડમાં આગળ ચાલી રહી છે કે દોડમાં સામેલ છે. 

સૂત્રોનું માનીએ તો જલદી જ સરકાર તરફથી પીરામલ ગ્રુપ, અદાણી ગ્રુપ, અપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ અને મેઘા એંજીનિયરિંગ એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Meil) સહિત બોલીદાતાઓ પાસે એચએલએલ લાઇફકેર લિમિટેડ માટે નાણાકીય બોલીઓ મંગાવવામાં આવશે. 

એચએલએલને ખરીદવા માટે અદાણી ગ્રુપ, પીરામલ ગ્રુપે રસ દાખવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ સ્વાસ્થ્ય ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમમાં સરકારની 100 ટકા ભાગીદારી વેચાણ માટે શરૂઆતી બોલી મંગાવી હતી. 

Your email address will not be published.