હવે અમદાવાદ એરપોર્ટ પર ટાંકણી પડશે તો પણ સંભળાશે તેવી શાંતિ હશે

| Updated: August 3, 2022 5:14 pm

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોમ્યુનિકેશનના નવા યુગનો પ્રારંભ થયો છે.જે 1 ઓગસ્ટ, 2022 થી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અતિઘોષણાઓથી મુક્ત એવું એરપોર્ટ સાયલન્ટ બની ગયું છે જે કયારે પણ જોવા મળતું ન હતું

મુસાફરોને સુખ શાંતિ સાથે મુસાફરી કરી શકે જેને લઇને અમદાવાદ એરપોર્ટ સતત પ્રયાસ કરવામાં આવે છે.બેહતરીને ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ‘સાયલન્ટ એરપોર્ટ’ બન્યું છે.

મુસાફરોને કોઇ સમસ્યાનો સામનો ના કરવો પડે તેના માટે એરપોર્ટ પર 100 થી વધુ સ્ક્રીનો પર ફ્લાઇટ્સની માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે.આ સ્ક્રીનો મોખરાના સ્થળો પર મુકવામાં આવી છે.

મુસાફરો હળવા શ્રાવ્ય અનુભવ કરી શકે જેના માટે આ લોકોનું ધ્યાન રાખીને આ પ્રયાસ કરવામાં આવ્યો છે.લોકોને શાંતી મળી રહે તે માટે આ સુવિધા કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા SVPI એરપોર્ટ પર શહેરના યુવા કલાકારો દ્રારા લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું.વાંસળી, ગિટાર, સિતાર અને વાયોલિન સાથેના જીવંત પ્રદર્શનને મુસાફરોએ વખાણ કરવામાં આવ્યા હતા.આ સાથે મહત્વની વાત જો કહેવામાં આવે તો COVID પ્રોટોકોલની જે ઘોષણા જેમ થતી હતી તે તો ચાલુ જ રહેશે કટોકટી અને સુરક્ષા સંબંધિત જાહેરાતો યથાવત્ રાખવામાં આવી છે.

Your email address will not be published.