ઓટો કંપનીઓ માટે ભારતમાં બિઝનેસ મુશ્કેલઃ હોન્ડા કાર ઇન્ડિયાએ ફરીથી કરોડોની ખોટ નોંધાવી

| Updated: October 1, 2021 3:24 pm

ભારતમાં ધંધો કરવા આવનાર વિદેશી કાર ઉત્પાદકોમાં બધુ સમું સૂતરું નથી. ફોર્ડે દેશ છોડવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર બાદ હોન્ડાએ પણ ભારતમાં ખોટ નોંધાવી છે જે ઓટો ઉદ્યોગ માટે બીજો આઘાત છે.

કોર્પોરેટ અફેર મંત્રાલયમાં દાખલ કરાયેલા રિટર્ન મુજબ, હોન્ડા કાર ઇન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1588 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે જે ગયા નાણાકીય વર્ષમાં નોંધાયેલી રૂ 1680 કરોડની ખોટ કરતાં થોડી જ ઓછી છે. આ ત્રીજી વખત છે જ્યારે જાપાની ઓટોમોબાઇલ જાયન્ટ તેના ભારતીય ઉપક્રમમાં ખોટ દર્શાવી છે . નાણાકીય વર્ષ 2017 માં કંપનીએ રૂ. 2272 કરોડની ખોટ કરી હતી.

આ નુકસાન માટે જવાબદાર મુખ્ય કારણોમાં મહામારીને કારણે વેચાણમાં ઘટાડો, કર્મચારીઓને છૂટા કરવાનો ખર્ચ અને ઘસારાનો ખર્ચ છે.

2020-21માં હોન્ડાની આવક 11% ઘટીને રૂ. 9624 કરોડ થઇ છે. બંધ થઇ ગયેલા ગ્રેટર નોઈડા પ્લાન્ટના કર્મચારીઓને ઓફર કરેલી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પર 463 ​​કરોડ રૂપિયા ખર્ચ્યા હતાઅને ઘસારો રૂ. 587 કરોડ હતો.

Your email address will not be published. Required fields are marked *