હોંગકોંગ: ઓમિક્રોનની અસરને લઇને ભારત સાથે 8 દેશની ફ્લાઈટ્સ બેન કરાઇ

| Updated: January 5, 2022 7:08 pm

કોરોના કેસોમાં વધારાને લઇને હોંગકોંગમાં ફ્લાઈટ્સ બેન કરવામાં આવી છે.ઓમિક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ આ બેન મુક્વામાં આવ્યો છે.ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, બ્રિટન અને અમેરિકાની ફલાઇટ પર પ્રતિબંધો મુરવામાં આવ્યા છે.

અમેરિકામાં એક દિવસમાં 5.67 લાખ લોકો સંક્રમિત થયા છે.અને અમિરિકામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.5.67 લાખ કેસ નોંધાયા હતા. એક દિવસ અમેરિકામાં 1847 લોકોનાં મોત થયાં છે.

USમાં 60%થી વધુ કેસો ઓમિક્રોન વેરિયન્ટના નોંધાયા છે.અને તેની સાથે આ વધારાને ધ્યાનમાં રાખી ત્યાની ફલાઇટ પર પ્રંતિબંધ મુકવામાં આવ્યો છે.વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.અને તેની સાથે જ અનેક દેશો દ્વારા બહારથી આવતી ફ્લાઈટ્સ બંધ કરવામાં આવી રહી છે.

કોરોનાની સાથે હવે ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાતાની સાથે જ હવે બધા દેશની સરકાર કડક કાર્યવાહી કરી રહી છે.અને કોરોનાને લઇ સખત નવા નિયમો પણ લાદી રહી છે.ભારતમાં પણ બહારથી આવતી ફ્લાઈટ્સને બંધ કરી દેવામાં આવી છે.લોકોના હિતને લઇને દરેક દેશની સરકાર સતત કામગીરી કરી રહી છે .

અનેક દેશોમાં કોરોનાની સાથે ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે ભારતની તો ભારતના અનેક રાજયમાં ઓમિક્રોન પગપેસારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે જ વધી રહેલા કેસો પર ભારત સરકાર સતત કામગીરી કરી છે.અને હાલ ભારતમાં અનેક નેતાઓ અને મોટી હસ્તીઓ પણ કોરોની ઝપેટમાં આવી ગયા છે.

Your email address will not be published.