બોટાદ લઠ્ઠાકાંડ: આજે ભાજપના દિલ્હી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન

| Updated: August 4, 2022 5:38 pm

મંગળવારના રોજ ડ્રાય રાજ્ય ગુજરાતના કથિત બોટાદ લઠ્ઠાકાંડમાં 30થી વધુ લોકોના જીવ ગયા બાદ, વિરોધ પક્ષોએ શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ દરમિયાન, આમ આદમી પાર્ટી (આપ) આજે બુધવારે બપોરે 1 વાગે ભાજપના દિલ્હી હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યાં છે.

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર આ અંગે માહિતી આપતા આપ નેતા દુર્ગેશ પાઠકે મંગળવારે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ભાજપ સરકારના આશ્રય હેઠળ વેચાઈ રહેલા નકલી દારૂ પીને 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હત્યા છે. તેની સામે આવતીકાલે બપોરે 1 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર, દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી વિરોધ કરશે.”

દુર્ગેશ પાઠકનું ટ્વીટ

ગુજરાતના બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં લગભગ 46 લોકોના મોત થયા છે. જેમાં 45થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને ઘણાની હાલત ગંભીર છે. પોલીસે અત્યાર સુધી કથિત રીતે દેશી દારૂમાં કેમિકલ ભેળવવા અને આ બનાવટનું વેચાણ કરવા બદલ આ કેસના સંબંધમાં અનેક લોકોની ધરપકડ કરી છે.

Your email address will not be published.