કાળઝાળ ગરમીમાં વન્ય જીવોને પાણીની સુવિધાઓ પુરી પાડતું ઘુડખર અભયારણ્ય

| Updated: April 20, 2022 5:24 pm

હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે.અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શુ દશા થતી હશે. ત્યારે કચ્છના નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 43થી 48 ની આસપાસ હોય છે.

ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ અવેડાની અંદર ટેન્કર દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે.

આ પણ વાંચો-PM ગુજરાતમાં: મોદી ગાંધીનગરમાં આયુષ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું

આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણી થી અવેડા ભરવામાં આવે છે. આ અભયારણ્યમાં અંદાજીત 40 થી વધુ અવેડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલ વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અભયારણ્ય ના અધિકારી ધ્યાન રાખી રહ્યા છે. આ રણ ના વિસ્તારને પાંચ જિલ્લાની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.

બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર

Your email address will not be published.